ખોટી દિશા માં લાગેલ ઘડિયાળ કરી શકે છે તમારી ખુશીઓ બરબાદ, આજે જ જાણી લો ઘડિયાળ થી જોડાયેલ આ જરૂરી નિયમ

ઘડિયાળ નું કામ હોય છે સાચો સમય દેખાડવાનું. પણ આ ઘડિયાળ જો ખોટી જગ્યા લગાવી દેવામાં આવે તો તમારો સમય ખરાબ ચાલી શકે છે. આપણે બધાના ઘરો માં ઘડિયાળ હોય છે. પણ લોકો હંમેશા ઘડિયાળ ને ઘર ની કોઈ પણ દીવાલ પર લટકાવી દે છે. પરંતુ શું તમને ખબર છે કે કોઈ પણ ઘડિયાળ ને વાસ્તુ ના હિસાબ થી જ લગાવવું જોઈએ. છેવટે શું છે ઘડિયાળ લગાવવાની સાચી રીત? તમને જણાવીએ.

આ દિશા માં લગાવવાની છે મનાઈ

દક્ષીણ દિશા માં ક્યારેય પણ ઘડિયાળ ને ના લગાવવી જોઈએ કારણકે શાસ્ત્રો ના મુજબ ઘર ના દક્ષીણ માં કાળ નો વાસ હોય છે. વાસ્તુ ની માનીએ તો દક્ષીણ દિશા માં ઘડિયાળ લગાવવી અશુભ થાય છે કારણકે દક્ષીણ દિશામાં મૃત પરિજનો નો ફોટો લગાવવામાં આવે છે. તેથી દક્ષીણ દિશા માં મૃત લોકો નો ફોટો જ લગાવો, ઘડિયાળ નહિ. વાસ્તુ ના મુજબ ઘડિયાળ લગાવવાનું સાચું સ્થાન ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશા છે. કહેવામાં આવે છે કે આ ત્રણે દિશાઓ પોઝીટીવ એનર્જી વાળી હોય છે.

દરવાજા પર ક્યારેય ના લગાવો ઘડિયાળ

વાસ્તુ ના મુજબ ઘડિયાળ ને ઘરના કોઈ પણ દરવાજા પર ના લગાવવું જોઈએ. તેને અશુભ માને છે. દરવાજા પર ઘડિયાળ લગાવવાનો અર્થ ઘર માં તણાવ ને આમંત્રણ આપવાનું હોય છે. તેનાથી ઘર માં ટેન્શન નું વાતાવરણ બની રહેશે. એવું તેથી થાય છે કારણકે દરવાજા થી પસાર થતા સમયે નકારાત્મક એનર્જી નો પ્રવાહ થાય છે.

લગાવો પેન્ડ્યુંલમ વાળી ઘડિયાળ

જો તમે પોતાના ઘર ના ડ્રોઈંગ રૂમ માં પેન્ડ્યુંલમ વાળી ઘડિયાળ લગાવશો તો આ વાસ્તુ ના મુજબ શુભ હોય છે. પેન્ડ્યુંલમ વાળી ઘડિયાળ દરેક કલાકે ટન-ટન નો અવાજ કરે છે અને તમને સમય નો આભાસ કરાવે છે. જો તમે એવી ઘડિયાળ લગાવો છો તો ઘર માં બરકત બની રહેશે.

બંધ ઘડિયાળો ને રાખો ઘર થી દુર

ક્યારેય પણ બંધ ઘડિયાળ ને ઘર માં ના રાખવી જોઈએ. બંધ ઘડિયાળ ને અથવા તો રીપેર કરાવી લો અથવા ઘર થી બહાર કરી દો. કોઈ પણ બંધ ઘડિયાળને ઘર માં રાખવાનું અશુભ હોય છે, પછી ભલે તે દીવાલ ઘડિયાળ હોય, હાથ ની ઘડિયાળ હોય અથવા પછી ટેબલ કલોક. વાસ્તુ માં કહેવામાં આવે છે કે રોકાયેલ સમય તમારા જીવન ને પણ રોકી દે છે અને દરેક કામ માં રુકાવટ પેદા કરે છે. તેથી તમારા ઘર માં પણ જો કોઈ રોકાયેલ ખરાબ ઘડિયાળ છે તો તેને તરત રીપેર કરાવી લો અથવા પછી કબાડી માં આપી દો.

સમય થી આગળ-પાછળ ના રાખો

કોઈ પણ ઘડિયાળ ને સમય પર રાખવાનું બહુ જરૂરી હોય છે. ઘડિયાળ ના સમય ને આગળ અથવા પાછળ કરીને ના રાખવા જોઈએ. વાસ્તુ ના મુજબ જો ઘડિયાળ પોતાના વાસ્તવિક સમય થી પાછળ પડશે તો વ્યક્તિ ને પોતાના જીવન માં કઠીન પરિશ્રમ કરવું પડી શકે છે. તેથી સમય ને બરાબર રાખો.

ઘડિયાળ નો આકાર

વાસ્તુ માં ઘડિયાળ નો આકાર પણ બહુ મહત્વ રાખે છે. જો તમારા ઘર માં ગોળ, ચકોર, અંડાકાર, 8 અથવા 6 ભુજા ની આકાર વાળી ઘડિયાળ છે તો આ શુભ માનવામાં આવે છે. ઘર માં ત્રિકોણ આકાર ની ઘડિયાળ ના રાખવી જોઈએ. વાસ્તુ ના મુજબ આ પ્રકારની ઘડિયાળ અશુભ હોય છે.

મિત્રો, આશા કરીએ છીએ કે તમને અમારો આ આર્ટીકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ના ભૂલો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *