ગુલાબ નું ફૂલ છે બહુ ચમત્કારી, દુર થઇ જશે બધી સમસ્યા

એક ગુલાબ નું ફૂલ તમારા જીવનમાં કેટલા ચમત્કારી ફાયદા લઇ શકે છે આ કદાચ તમને નથી ખબર હોય. પ્રેમ નું પ્રતિક લાલ ગુલાબ ભગવાન ને પ્રસન્ન માટે પણ કામ આવે છે. ગુલાબ ના પાંદડાઓ માં એવા ગુણ હોય છે જેનાથી આંખો ની જલન અને ખંજવાળ સુધી દુર થઇ જાય છે. સુગંધિત ગુલાબ તમારા ઘર ને પણ સુગંધ આપે છે. ગુલાબ ફક્ત પ્રેમી પ્રેમિકાઓ સુધી સીમિત નથી. આ એક ગુલાબ થી તમારા ઘણા બગડેલા કામ બની શકે છે. અમે તમને ગુલાબ ના તે ઉપાયો ના વિશે જણાવીશું જેનાથી તમારી બધી પરેશાનીઓ દુર થઇ જશે.

મનોકામના કરો પૂરી
જો તમારી કોઈ મનોકામના છે જેને તમે ઈચ્છો છો કે તે જલ્દી થી જલ્દી પૂરી થઇ જાય તો કોઈ પણ શુક્લ પક્ષ ના પહેલા મંગળવાર એ તાજા ગુલાબ ના ફૂલ બજરંગબલી ને ચઢાવો. ધ્યાન રહો કે તમે 11 ગુલાબ બજરંગબલી ને ચઢાવો. તેની સાથે જ શ્રદ્ધા ભાવ થી હનુમાનજી ની પૂજા કરતા તેમનાથી પોતાના મન ની વાત કહો. મનમાં શ્રદ્ધા અને વિશ્વાસ નું હોવું જરૂરી છે.

ધન લાભ માટે
દરેક લોકો ઘન ના પાછળ જ પાગલ છે. કોઈ ને ધન માં સુખ દેખાય છે અને કોઈ ધન થી જ સુખ મેળવવા માંગે છે. જો તમને પણ ધન ની લાલચ હોય તો કોઈ ખોટી રીતે ધન ના કમાઓ. અચાનક ધન પ્રાપ્તિ માટે સાંજે ગુલાબા ના ફૂલ માં કપૂર નો ટુકડો રાખીને તેને સળગાવી દો. જ્યારે કપૂર જળ જાય તો ફૂલ ને દેવી માં ને અર્પિત કરી દો. મહેનત અને લગન થી કરેલા કામ થી તમને ધન પ્રાપ્તિ થઇ જશે, પરંતુ ખોટી રીતે કમાયેલ ધન ક્યારેય નથી ફળતું.

તિજોરી માં બરકત માટે
ઘણી વખત એવું થાય છે કે તમે મહેનત થી ધન કમાઓ તો છો, પરંતુ ટકતું જ નથી. તેનો અર્થ આં છે કે તમારા ઘર માં બરકત નથી. પોતાના ઘર માં અથવા તિજોરી માં બરકત માટે મંગળવાર ના દિવસે લાલ ચંદન, લાલ ગુલાબ અને રોલી ને એક લાલ કપડામાં બાંધીને એક અઠવાડિયા માટે મંદિર માં રાખી દો. તેના પછી તેને ઘર અથવા તિજોરી માં રાખી દેશો તો પૈસા માં બરકત મળશે અને ફાલતું ખર્ચ બંધ થઇ જશે.

દેવા થી છુટકારા માટે
પૈસા ભલે ઓછા હોય કે વધારે, પરંતુ દેવું લઈને જીવન વ્યતીત કરવું બહુ જ ખરાબ લાગે છે. જો તમે દેવા થી મુક્તિ ઈચ્છો છો તો સૌથી પહેલા અખંડિત પંખુડી વાળા પાંચ ગુલાબ ના ફૂલ લાવો. એક સવા મીટર સફેદ કપડું લાવો. સફેદ કપડા ના ચારે કિનારે પર ચાર ફૂલ બાંધી દો. પાંચમું ગુલાબ વચ્ચે માં નાંખીને ગાંઠ લગાવી લો. તેને કોઈ વહેતી નદી માં પ્રવાહિત કરવાથી દેવા થી મુક્તિ મળી જશે.

એટલું જ નહિ પાંચ ગુલાબ ના ફૂલ, ચાંદી નું પાંદડું, થોડાક ચોખા, એક સફેદ રૂમાલ માં રાખી લો. કોઈ પણ સોમવારે વિષ્ણુ અને લક્ષ્મી ના મંદિર માં જઈને રૂમાલ ને રાખીને વસ્તુઓ ને હાથો માં લો અને 21 વખત ગાયત્રી મંત્ર નો જાપ કરો. સાથે જ ઈશ્વર થી પ્રાર્થના કરો કે તમે દેવા થી મુક્ત થઇ જાઓ. તેને લઈને કોઈ નદી માં પ્રવાહિત કરી દો. એવું તમારે 7 સોમવાર સુધી કરવું પડશે.

રોકાયેલ કામ માટે
જો તમારા કાર્ય ના વારંવાર રુકાવટ પેદા થઇ રહી હોય તો પૂર્ણિમા ના દિવસે 3 ગુલાબ અને ૩૩ બીલી ના ફૂલ થી સવારે કોઈ નદી માં પ્રવાહિત કરી દો. સતત 5 પૂર્ણિમા સુધી એવું કરવાથી તમારા રોકાયેલ કામ પુરા થવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *