શું તમને ખબર છે આ કારણ થી માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુજી ના પગ દબાવે છે

વિશ્વમાં દરેક વ્યક્તિ ખુશ થવા માટે, દેવી લક્ષ્મીજી ની પૂજા કરે છે.માતા લક્ષ્મીજી ની પૂજા ફક્ત મંદિરો માં જ નહીં પરંતુ બધા ઘર માં કરવામાં આવે છે.માતા લક્ષ્મીજી ની પૂજા કરવા થી તમને તેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘર પરિવારમાં સમૃદ્ધિ મળી રહે છે જેથી બધા આનંદ થી માતા લક્ષ્મી ની પૂજા કરે છે. માતા લક્ષ્મી ના ભક્તો દ્વારા જ્યારે દીપાવલીનો સમય આવે છે, ત્યારે માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા કરવામાં આવે છે.

તમે બધા લોકો માતા લક્ષ્મી ની પૂજા અવશ્ય કરતા જ હશો અને તમારા ઘર પરિવાર ની સમૃદ્ધિ ની કામના અવશ્ય કરતા જ હશો.પણ તમે એ ક્યારેય વિચાર્યું કે માતા લક્ષ્મી એટલી પૂજનીય છે અને તેનું આટલું સન્માન કરવામાં આવે છે અને તસ્વીર માં જોઈએ તો તે ભગવાન વિષ્ણુ સાથે બેઠેલી રહે છે અને તે સદાય તેના ચરણો માં રહે છે તો એનું કારણ શું હોઈ શકે છે.તમને લાગતું હશે કે અંતે પત્ની નો ધર્મ પતિ ના પગ દબાવવા નો છે એટલે પણ હકીકત માં અહીં એવું નથી આખી ઘટના નું કારણ તો કંઈક અલગ જ છે.આની સાથે એક કથા પણ જોડાયેલી છે.તો ચાલો જાણીએ એ કથા વિશે..

કથા કઈક આ પ્રકારે છે
આ કથા માતા લક્ષ્મીજી એ જ નારદ મુનિ ને સંભળાવી હતી નારદજી બધી વાત જાણવા માટે હંમેશા ઉત્સુક રહેતા હતા એ વાત ની જાણકારી તો તમને બધા ને ખબર જ હશે.તેના આ સ્વભાવ ને ધ્યાન માં રાખી ને તેઓ એક વાર માતા લક્ષ્મી ને પૂછવા લાગ્યા કે તમે ભગવાન વિષ્ણુજી ના પગ શા માટે દબાવતા રહો છો નારદ મુનિ નો આ સવાલ સાંભળી ને માતા લક્ષ્મી એ સહજતાથી નારદ મુનિ ને જણાવ્યું કે મનુષ્ય થી લઈ ને દેવો સુધી બધાને ગ્રહો સારી અને ખરાબ રીતે પ્રભાવિત કરે છે.તેના ભગવાન વિષ્ણુ ના પગ દબાવવાથી આ ગ્રહો ની ખરાબ અસર સમાપ્ત થઈ જાય છે.એટલા માટે તે હંમેશા શ્રી હરિ ના ચરણો માં બેઠા રહે છે અને તેના પગ દબાવે છે.

હકીકત માં એક સ્ત્રી ના હાથ માં દેવતાઓ ના પરમ ગુરુ બૃહસ્પતિ નિવાસ કરે છે અને પુરૂષો ના પગ માં દૈત્યો ના ગુરુ શુક્રાચાર્ય નો વાસ હોય છે એવા માં જો પત્ની તેના પતિ ના પગ દબાવે છે તો દુષ્પ્રભાવ થી બચવાની સાથે સાથે ધન નો યોગ પણ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *