સીતા માતા ના શ્રાપ ને આજે ભોગવી રહ્યા છે આ 4 જીવ જાણો સત્ય ઘટના

આમ તો હિન્દૂ ધર્મ માં બધા જ મહિના ને ખાસ માનવામાં આવે છે.પણ શ્રાદ્ધ નો મહિનો એક એવો મહિનો હોય છે જેનું લોકો ઘણી સદીઓ થી પાલન કરે છે.શ્રાદ્ધ નો મહિનો ખાલી વર્તમાન સાથે જ નહીં પણ આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલો હોય છે.ઇતિહાસ માં શ્રાદ્ધ ને લઈ ને ઘણી કથાઓ ઉપસ્થિત છે.જેની વાત આજે પણ રામાયણ માં કરવામાં આવે છે.આજે અમે શ્રાદ્ધ સાથે જોડાયેલી એક એવી વાત જણાવવા જઈરહ્યા છીએ કે તેને જાણી ને તમારા પગ નીચે થી જમીન સરકી જશે.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ એકદમ સત્ય ઘટના છે.આ ઘટના ભગવાન શ્રી રામ સાથે જોડાયેલી છે.

જણાવવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને માતા સીતા 14 વર્ષો ના વનવાસ માટે ઘર ની બહાર ગયા ત્યારે તેને ખબર મળી કે તેના પિતા એટલે કે દશરથ નું નિધન થઈ ચૂક્યું છે.આ ખબર સાંભળતા જ ત્રણેય ખુબજ દુઃખી થઈ ગયા હતા.પણ દશરથ ની સંતાન હોવાનું કર્તવ્ય નિભાવવું પણ તેના માટે ખુબજ આવશ્યક હતું.એવામાં સીતા માતા એ લક્ષ્મણ જી ને પિંડ દાન કરવા માટે નો સામાન શોધી લાવવા માટે નો આદેશ આપ્યો.

સીતા માતા નો આદેશ મળતા જ લક્ષ્મણ પિંડ દાન નો સામાન શોધવા ત્યાંથી નીકળી ગયા પણ ઘણો સમય વીતવા છતાં તેઓ પાછા ન ફર્યા ત્યારે માતા સીતા ને તેઓની ચિંતા થવા લાગી.આ પરિસ્થિતિ થી બહાર નીકળવા માતા સીતા એ તેની બુદ્ધિ વાપરી અને જાતેજ પરિસ્થિતિ માંથી નીકળવા પિંડ દાન નો પ્રબંધ કર્યો.કહેવામાં આવે છે કે આ પિંડ દાન માં માતા સીતા એ પંડિત,ગાય,ફાલ્ગુ,નદી અને કાગડાને સાક્ષી માન્યો હતો.જ્યારે ભગવાન શ્રી રામ માતા સીતા પાસે પહોંચ્યા તો તેઓ એ જણાવ્યું કે તેણે પિંડદાન પુરા રીત રિવાજો સાથે કરી નાખ્યું છે અને તે આ ચારો ને પૂછી શકે છે.

સીતા માતા ને વિશ્વાસ હતો કે એ ચારેય ભગવાન શ્રી રામ સામે સત્ય બોલશે પણ તેઓ ચારો જ પોતાની વાત થી ફરી ગયા અને પિંડ દાન ની વાત બધા એ ખોટી સાબિત કરી.એમાં ભગવાન રામ માતા સીતા પર ગુસ્સે થઈ ગયા.સીતા માએ ભગવાન રામ ના ગુસ્સા થી બચવા માટે રાજા દશરથ ની આત્મા ને સામે આવવાની વિનંતી શરૂ કરી.થોડા સમય પછી રાજા દશરથ ની આત્મા ત્યાં પ્રગટ થઇ અને જણાવ્યું કે તેનું પિંડ દાન સીતા દ્વારા થઈ ચૂક્યું છે અને આ ચારેય ખોટું બોલી રહ્યા છે.સીતા માતા ને આ ચારેય ઉપર ખુબજ ગુસ્સો આવ્યો અને તેઓ ને શ્રાપ આપ્યો જે તેઓ આજે પણ ભોગવી રહ્યા છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે સીતા માતાએ શ્રાપ આપતા કહ્યું હતું કે,”તમને ભલે ગમે તેટલું ખાવા ભલે મળી જાય,કોઈ મહારાજા પણ ભલે તમને નિશાન કરે પણ તમે બધા ગરીબ જ રહેશો”.ત્યારબાદ માતા સીતા એ ફાલ્ગુ અને નદી ને પાણી હોવા છતાં પણ દુઃખી હોવા નો શ્રાપ આપ્યો અને ગાય ને પૂજન કર્યા પછી પણ અહીં તહીં ભટકવાનો અને એઠું ખાવાનો શ્રાપ આપ્યો.એટલું જ નહીં પણ તેણે કાગડાને એકલું રહેવાનું અને લડી ઝઘડી ને ખાવાનો શ્રાપ આપ્યો.એ સમય થી લઈ ને આજ સુધી આ બધા એ શ્રાપ ને ભોગવી રહ્યા છે.આ ઘટના રામાયણ ની વાસ્તવિકતા પણ દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *